કોરોના વાયરસના કેસો ઓછા થતા રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. ત્યારબાદ તબક્કાવાર અન્ય ધોરણના ક્લાસો શરૂ થયા.પરંતુ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના અલગ-અલગ શહેરો તેમજ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.જેને લઇને વાલીઓ,વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ જગતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવતા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે અને સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કોવિડનું ચુસ્ત પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યા છે.બાળકો અને શિક્ષકો સંક્રમિત થયા હોય તો તેમને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ભવિષ્યમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ અને આરોગ્ય વિભાગ સંકલનમાં રહી સંક્રમણ શૂન્ય થાય તેવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં ધીમેધીમે ફરીએકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે,ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.જેને લઈ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે.રાજ્યમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી.જે પૂર્ણ થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે સોમવારે રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ હતા.જ્યારે છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા હતા,જેની સામે 482 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved