લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે સવારે ધુમ્મસનું વાતાવરણ યથાવત

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.જેમાં સવારે કચ્છનાં નલિયા ખાતે 16 ડિગ્રી,ભૂજમાં 17 જ્યારે કંડલામાં 18.2, ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.આમ આ ઉપરાંત રાજકોટમાં સવારે ધુમ્મસ છવાતા લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સુધીનું નોંધાયુ હતું.જયારે અમદાવાદમાં 14.2,ડીસામાં 14,વડોદરામાં 15.1,સુરતમાં 18.6,ગાંધીનગરમાં 12 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાવાની સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.