લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓ સાથે આજથી કામગીરી શરૂ કરાઇ

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી.તેમજ વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની હાજરી સાથે કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

આમ 9 એપ્રિલથી ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો હતો.જેમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમનો સમય પૂર્ણ કર્યા બાદ આજથી ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ઓડ ઈવન પદ્ધતિથી કામ કરવામાં આવશે.