લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હળવદમાં આજથી દુકાનો બપોરે બે વાગ્યા બાદ બંધ રહેશે

હળવદ શહેરમાં આવેલા જનતા ફુડ મોલ ખાતે હળવદ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસને લઇ તમામ વેપારીઓ આજથી એટલે કે તા.12 થી 19 એપ્રિલ સુધી ધંધા-રોજગાર બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખશે.જેમાં દૂધ,શાકભાજી અને મેડિકલની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે.આમ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળની મળેલ બેઠકમા જણાવાયુ હતું કે હળવદ શહેરની મુખ્ય બજાર સાંકડી હોય અને આ બજારમાં લોકોની મોટી માત્રામાં ભીડ થતી હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે.જેથી પોલીસ તંત્ર શહેરની મુખ્ય બજારમાં થતી ભીડને કંટ્રોલ કરે તેવી માંગ કરવામાં આવી હતી.