લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હિંદી ફિલ્મોના જાણીતા કલાકાર સતીશ કૌલનું કોરોનાથી નિધન થયું

પંજાબી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સતીશ કૌલનું નિધન થઇ ગયું છે.જેમણે ટેલિવિઝનની મહાભારત સિરીયલમાં ભગવાન ઇન્દ્રનું પાત્ર ભજવ્યું હતું.સતીશ કૌલે ૭૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.જેઓ છેલ્લા થોડા દિવસથી કોરોનાગ્રસ્ત થયા હતા.સતીશ કૌલ મરાઠી અને હિંદી ફિલ્મના જાણીતા અભિનેતા હતા.જેઓએ મહાભારત,સર્કસ અને વિક્કમ વેતાલ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.૭૪ વર્ષીય સતીશ કૌલ ગયા વર્ષના લોકડાઉનથી બીમાર રહેતા હતા અને ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા.તેઓ લુધિયાનામાં એક નાનકડા ઘરમાં રહેતા હતા.તેઓ ઘરનું ભાડુ મહિનાનું રૂ.૭૫૦૦ ચુકવતા હતા.વર્ષ ૨૦૧૧માં સતીશ કૌલે ૩૦૦થી વધુ પંજાબી અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમણે આન્ટી નંબર વન અને પ્યાર તો હોના હીથા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.