લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાના કારણે હોળી ધૂળેટીના વેપારને 35,000 કરોડનો ફટકો પડ્યો

હોળી-ધૂળેટીનો તહેવાર સમગ્ર દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે.જેમાં આ વખતે કોરોનાના કારણે તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો.હોળી ધૂળેટી પહેલા જ દેશભરમાં કોરોનાની લહેર તેજ બન્યા બાદ સંક્રમણે હાહાકાર મચાવતા મોટાભાગના રાજ્યોમાં હોળી ધૂળેટીની ઉજવણી પર જાતજાતના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા.જેના કારણે તહેવારમાં થતા વેપારને ભારે નુકસાન થયુ છે.

આમ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનુ કહેવુ છે કે અલગ અલગ રાજ્યોના વેપારી સંગઠનોના નેતાઓ સાથે થયેલી વાતના આધારે કહી શકાય કે દર વર્ષે હોળી-ધૂળેટી નિમિત્તે પીચકારીઓ,રંગ,ખાવાપીવાની વસ્તુઓનો 50,000 કરોડ રૂનો વેપાર થતો હોય છે જે આ વખતે કોરોનાના કારણે વેપારને 35,000 કરોડ રૂનો ફટકો પડ્યો છે.દર વર્ષે હોળી ધૂળેટી માટે 10,000 કરોડ રૂપિયાના સામાનને ચીનથી આયાત કરવામાં આવતો હોય છે.પરંતુ આ વખતે ચીનમાંથી એકપણ રૂપિયાની નિકાસ થઈ નથી.જેના કારણે ચીનને પણ ભારે નુકસાન સહન કરવુ પડ્યુ છે.