લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હોળી અને પુનમે સોમનાથ મંદિર સવાર થી સાંજ સુધી ખુલ્‍લુ રખાશે

હોળી-ધૂળેટી પર્વે જગવિખ્‍યાત સોમનાથ મંદિરે આવતા ભાવિકોએ ફરજિયાત માસ્‍ક પહેરવાની સાથે પાસ મેળવ્‍યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.તેમજ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે.આમ આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક સુધી ખુલ્‍લુ રહેશે.જેમાં ભાવિકોએ ચાલતા-ચાલતા દર્શન કરીને બહાર નિકળવાનું રહેશે.

આમ હોળી-ધૂળેટી પર્વે બે દિવસ સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુઘી સળંગ 16 કલાક ખુલ્‍લુ રહેશે.મંદિરમાં આવતા ભાવિકો માટે પાસ સિસ્ટમ છે.જેના માટે ભાવિકોએ ઓફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્‍ટર પરથી મેળવી લેવાનો રહેશે અને ઓનલાઇન પાસ સોમનાથ ટ્રસ્‍ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે.ત્યારે હોળીના દિવસે પરીસર પાસે પથિકા આશ્રમની જગ્‍યા પર હોળી દર્શનનું આયોજન કરાયું છે.જયાં હોળી પ્રગટાવવામાં આવશે જેના દર્શન ભાવિકો કરી શકે તેવું આયોજન કરાયેલ છે.આ ઉપરાંત સોમનાથ મંદિરમાં પૂજા-આરતી નિત્‍યક્રમ મુજબ ચાલુ રહેશે.ત્યારે સોમનાથમાં ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.