હોલીવૂડના પીઢ અને ઓસ્કાર વિજેતા અભિનેતા પ્લમરનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે.આમ ક્રિસ્ટોફરની ૫૧ વર્ષની પત્ની એલેન ટેલરે જણાવ્યું હતું કે પડી જવાને કારણે તેમના માથા પર ગંભીર ઇજા થઇ હતી જે તેમની મૃત્યુનું કારણ બન્યું હતું.આમ તેમની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી સફળ ફિલ્મો આપી હતી તેમજ ઓસ્કાર જેવા એવોર્ડના વિજેતા બન્યાનું માન મળ્યું હતું.
ક્રિસ્ટોફર પ્લમરને ક્રિટિકલ અકલેમ્ડ ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકમાં શાનદાર એકટિંગ માટે જાણીતા છે.તેમણે પોતાની કારકિર્દીમાં એક ઓસ્કાર,બે ટોની અને બે એમી એવોર્ડ મેળવ્યા છે.આ સિવાય તેમણે એક નાટકમાં વિલિયમ શેક્સપીયરનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ તાળીઓના ગગડાટથી વધાવી લીધા હતા.
આમ પ્લમરનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ ટોરેન્ટોમાં થયો હતો.આમ તેમણે ફ્રેન્ચ અને અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સ્ટેજ અને રેડિયો પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.ઇસ ૧૯૫૪માં ન્યૂયોર્ક સ્ટેજ ડેબ્યુ પછી તેમણે બ્રોડવે અને લંડના વેસ્ટ એન્ડના જાણીતા પ્રોડકશન કંપનીઓના બનનારા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved