લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હૃતિક રોશને ટ્વિંકલ ખન્ના સાથે મળીને કોરોનાગ્રસ્તોને સહાયતા કરી

કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે.ત્યારે કેટલાય લોકો અગણિત સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે.તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે.ત્યારે બોલિવુડના હૃતિક રોશન પણ ટ્વિન્કલ ખન્ના સાથે મળીને પીડિતોને મદદ કરી રહ્યા છે.જેમાં ઋતિક રોશન અને ટ્વિન્કલ સાથે મળીને સાર્વજનિક હોસ્પિટલોમાં ઓક્સીજન કન્ટેનર્સની સુવિધાઓ પહોંચાડી રહ્યા છે.આમ વર્તમાન સમયમાં કોરોના પીડિતો માટે ઓક્સિજનની જે અછત ઊભી થઇ છે તેવી પરિસ્થિતિમાં તેમનું આ યોગદાન ખરેખર યોગ્ય છે.