લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના સંક્રમણ વધતા બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાશે

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગઈકાલે જિલ્લામાં 100 ઉપર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જેને લઈ જિલ્લામા વર્તમાન સમયમાં મોટાભાગના મેળાઓ રદ્દ કરવામાં આવ્યા છે.ત્યારે આગામી 13 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિરના પ્રવેશ દ્વાર ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ બહુચરાજી મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરો પણ દર્શન માટે બંધ કરવામાં આવશે.આમ ગઇકાલે બેચરાજી ખાતે 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા