લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના સંક્રમણને કારણે પાવાગઢ મંદિર આગામી 10 દિવસ સુધી બંધ રહેશે,ટ્રસ્ટનો નિર્ણય

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇને યાત્રાધામ પાવાગઢ મંદિર ભક્તો માટે વધુ 10 દિવસ બંધ રહેશે.આમ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 8 મે સુધી મંદિર ભક્તોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ આ અગાઉ ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.આ સાથે ચૈત્રી નવરાત્રિ દરમિયાન 28 એપ્રિલ સુધી ભકતો માટે માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.જોકે વધી રહેલા સંક્રમણને લીધે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વધુ 10 દિવસ સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને લાઈવ દર્શન થકી માતાજીની આરાધના કરવા અપીલ કરવામાં આવી છે.