લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / દેશમાં આગામી 31 મેથી કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે

દેશના હવામાન વિભાગે નૈઋત્યનું ચોમાસુ ભારતમાં કેરળથી આગામી 31 મેથી બેસવાની આગાહી કરી છે.આ પહેલા હવામાન વિભાગે ઈ.સ.2021નું ચોમાસુ સારૂ રહેવાની સાથે 98 ટકા વરસાદની આગાહી કરી છે.આમ કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક,મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર,કચ્છ તરફ આવતું હોય છે.આ પહેલા ગુજરાતમાં હોળીની ઝાળ અને અખાત્રીજના પવનની ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશા પરથી એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે.ત્યારે વર્તમાન સમયમાં અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે જેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે.આમ આંદામાન નિકોબાર ટાપુ,બંગાળની ખાડીમા આગામી 21મેથી વરસાદી ગતિવિધિ તેજ બની જશે.ઈ.સ.2005 થી 2020 સુધીના 16 વર્ષમાં ચોમાસુ બેસવાની આગાહી કરાઈ હતી.

આમ ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે.આમ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં તા.15 થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે.પરંતુ આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે-તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે.