લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અભેદ સુરક્ષાને ધ્યાને લઈ ગાંધીનગર પોલીસ એલર્ટ

દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23મીએ ગાંધીનગરના મહેમાન બની રહ્યા છે.ત્યારે સુરક્ષા તંત્ર, વહીવટીતંત્ર,પોલીસ તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે.આમ રાષ્ટ્રપતિ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કરવાના છે.જેથી સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગુજરાત વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં કોવિડની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેનાર તમામ વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

આમ સામાન્ય રીતે રાષ્ટ્રપતિની સુરક્ષામાં સેકટર-7,સેકટર – 21 અને ઈન્ફોસિટી પોલીસમથકની પોલીસને વિશેષ ધ્યાન રાખવાનું રહેશે તે સિવાય 2 એસ.પી,6 ડીવાયએસપી,પીઆઈ,પીએસઆઈ સહિત 250 થી 300નો પોલીસકાફલો રાષ્ટ્રપતિની સુરક્ષામાં ગોઠવી દેવામાં આવશે.તે સિવાય ડોગ સ્કવોડ,બોમ્બ સ્કવોર્ડ તેમજ ટ્રાફીક પોલીસ પણ તૈનાત રહેશે.

રાષ્ટ્રપતિના આગમનનાં પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ તૈયારીઓ શરૂ કરાઈ છે.જેમાં ડોક્ટરો સહિત નર્સિંગનો સ્ટાફ ખડેપગે રહેશે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ,મહાત્મા મંદિર તેમજ રાષ્ટ્રપતિના કોનવોયમાં તમામ મેડિકલનાં સાધનોથી ડોક્ટરોની ટીમ તૈનાત રહેશે.તે સિવાય કોરોનાની ગાઈડન્સ મુજબ રાષ્ટ્રપતિના સંપર્કમાં આવનારા તમામ અધિકારી,કર્મચારી તેમજ તેઓના હસ્તે એવોર્ડ લેનારા પ્રત્યેક વિદ્યાર્થીઓનાં કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.