ભારતના લગભગ ૨૦ ટકા વિસ્તારોના ભૂગર્ભજળમાં ઝેરી તત્વ આર્સેનિકનું પ્રમાણ ઊંચું છે.જેના લીધે ૨૫ કરોડ લોકો પાસે વિષયુક્ત પાણી પીવા સિવાય કોઈ વિકલ્પ નથી આમ IIT ખડગપુરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કરાયેલા અભ્યાસમાં દેશના ઘણા વિસ્તારોમાં આર્સેનિકનું ઊંચું પ્રમાણ ધરાવતા ઝોન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે.આમ ‘સાયન્સ ઓફ ટોટલ એન્વાયર્મેન્ટ’ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ દર્શાવે છે કે દેશભરમાં આર્સેનિકના સ્તરને માપવા ઘણા વધુ સેમ્પલ્સની જરૂર છે કે જેનાથી યોગ્ય પરીક્ષણ કરી શકાય.આમ આર્સેનિક ઘણું ઝેરી તત્વ છે.WHOના જણાવ્યા અનુસાર લાંબાસમય સુધી પીવાના પાણી અને ખાદ્યચીજોમાં તેનો ઉપયોગ કેન્સર અને ચામડીની સમસ્યા ઊભી કરી શકે છે.
આમ ભૂગર્ભજળમાં આર્સેનિકના પ્રમાણની સૌથી વધુ અસર પામેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. જેમાં ઘણા સ્થાનિક તેમજ વચગાળાના અભ્યાસોમાં પશ્ચિમબંગાળ,અસમ,ઉત્તરપ્રદેશ,ઝારખંડ,પંજાબ, હરિયાણાના ભૂગર્ભજળમાં આર્સેનિકનું ઊંચું પ્રમાણ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.ભારતમાં અત્યારે પીવાના ૮૦ ટકા પાણીનો મુખ્ય સ્રોત ભૂગર્ભજળ છે.
આમ WHOના જણાવ્યા અનુસાર લાંબાસમય સુધી પીવાના પાણી અને ખાદ્યચીજોમાં તેનો ઉપયોગ કેન્સર અને ત્વચાની સમસ્યા ઊભી કરી શકે છે.આમ પંજાબમાં 92%,ગુજરાતમાં 24% ભૂગર્ભજળમાં આર્સેનિક છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved