દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જેમ હવે સત્યજીત રે પુરસ્કારની શરૂઆત કરવામાં આવવાની છે. આમ કોલકાતામા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાણીતા ફિલ્મસર્જક સત્યજીત રેના નામ પર રાષ્ટ્રીય સ્તરે એક ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે.આમ સત્યજીત રેને સર્વોત્તમ ફિલ્મ દિગ્દર્શકોમાં માનવામાં આવે છે.તેમણે મહાનગર,પથેરપંચાલી,શતરંજ કે ખિલાડી,ચારૂલતા,દેવી,અપુટ્રિલજી જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે.જેઓ પહેલા એવા એકલા ભારતીય છે જેમને લાઇફ ટાઇમ અચિવમેન્ટ ઓસ્કારથી નવાજવામાં આવ્યા હતા.પરંતુ તેઓ બીમારીને કારણે એ લેવા જઇ શક્યા નહોતા.
આમ સત્યજીત રેએ પોતાના જીવનમાં ૩૭ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.જેમાં ફીચર ફિલ્મો,વૃત ચિત્રો,લઘુ ફિલ્મો સામેલ છે.આમ તેમને વર્ષ ૧૯૯૨માં ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.જેમનું નિધન કોલકાતામાં ૨૩ એપ્રિલ ૧૯૯૨માં થયું હતું.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved