લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના ડાંગ અને દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે હાલ દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.બરબપોરે દાહોદના કતવારા ગામમાં કરા પડ્યા છે.આમ દાહોદ સહિત બોરખેડા,લીલર,કટલા,ખાંગેલામાં પણ કમોસમી માવઠું પડ્યું છે.આમ માવઠાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.આ સિવાય ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે.ડાંગના આહવા અને સુબિરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આગામી 18 થી 21માં અરબીસમુદ્ર તરફથી ભેજવાળા વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા જોવા મળી રહી છે.આમ વધુ ભેજવાળા વાદળો હશે તો ડાંગ,વલસાડ,તાપી, સાપુતારા,પંચમહાલ,દાહોદ,મહીસાગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી,સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રનું વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે.આ સિવાય 21 થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેતા સવારમાં ઠંડા પવન ફૂંકાશે.