ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમ રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ સવિતા કોવિંદનું સ્વાગત-સત્કાર અનિલ મુકીમ રાજ્યના મુખ્યસચિવ,કમલ દયાની અધિક મુખ્ય સચિવ,આશિષ ભાટિયા રાજ્ય પોલીસ વડા શ્રી,સંદીપ સાગલે અમદાવાદ જિલ્લા કલેકટર તેમજ સંજય શ્રીવાસ્તવ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું.
આમ શ્રી કોવિંદ આવતીકાલે અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે.જયાં આવતીકાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved