લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં રહેવા યોગ્ય બેસ્ટ શહેરોની યાદીમાં અમદાવાદ ત્રીજા અને સુરત પાંચમાં નંબરે

દેશમાં ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં રહેવા યોગ્ય બેસ્ટ શહેરમાં બેંગલુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે.જ્યારે આ યાદીમાં અમદાવાદ ત્રીજા અને સુરત પાંચમાં સ્થાને છે.આમ 10 લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં શિમલા પ્રથમ સ્થાને છે.આમ આ લિસ્ટમાં ૧૧૧ શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે.જે રેન્કિંગ પ્રથમ વખત વર્ષ ૨૦૧૮માં જાહેર કરવામાં આવી હતી.આમ આ રેન્કિંગ ગવર્નેન્સ,આઇડેન્ટિટી એન્ડ કલ્ચર,એજ્યુકેશન,હેલ્થ, અફોર્ડેબલ હાઉસિંગ,લેન્ડ યુઝ પ્લાનિંગ,ઓપન સ્પેસ,ટ્રાન્સપોર્ટેશન,મોબિલિટી જેવા ૧૫ માપદંડોને આધારે આપવામાં આવે છે.૧૦ લાખથી વધુ વસતી ધરાવતી મ્યુનિસિપાલિટીમાં ઇન્દોર સૌથી આગળ છે.ત્યારબાદ સુરત અને ભોપાલનો નંબર આવે છે.જ્યારે ૧૦ લાખથી ઓછી વસતી ધરાવતી મ્યુનિસિપાલિટીમાં નવી દિલ્હી ટોપ પર છે.