લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરના અનાજ માર્કેટમાં આજથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરાયો

જામનગર શહેરમાં વધતા કોરોના સંક્રમણના પગલે અનાજ માર્કેટમાં આજથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરાયો છે.જેમાં બપોરે બે 2 વાગ્યા બાદ અનાજ માર્કેટની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા આજે બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.આમ શહેરમાં વધતા સંક્રમણના પગલે જામનગની ધી ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ હોદેદારો દ્વારા માર્કેટની દુકાનો સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત દર શનિ અને રવિવાર દરમિયાન બે દિવસ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે.આમ જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.