ગુજરાતમાં કોરોનાના કહેરની અસર પ્રવાસન પર પડી રહી છે.ત્યારે કોરોનાના વધતા કેસને પગલે યાત્રીઓની સંખ્યા ઘટતા અમદાવાદ-કેવડિયા વચ્ચે દોડતી જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેનને આગામી સૂચના સુધી રદ રાખવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા કરાયો છે. ત્યારે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનને 2જી એપ્રિલથી એક મહિના સુધી રદ કરવામાં આવી છે.પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 09249 અમદાવાદ-કેવડિયા જનતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ ટ્રેનને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આગામી સૂચન સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજીતરફ ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કોરાના વાયરસના વધતા કેસોને લઈને તેજસ એક્સપ્રેસ એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.જે ટ્રેન નંબર 82902/82901 તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડે છે.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે.જેમાં ગુરુવારે 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા હતા.આમ રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved