લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જેકલિન ફર્નાન્ડિસે નિર્માતા ભૂષણ કુમારની ફિલ્મ સાઇન કરી

જેકલિન ફર્નાન્ડિસ પાસે વર્તમાન સમયમાં એક થી એક ચડિયાતા પ્રોજેક્ટસ છે.જેમાં તે અક્ષયકુમારની ફિલ્મ રામસેતુમાં કામ કરી રહી છે. તેમજ રણવીરસિંહ સાથે સર્કસમાં અને સલમાન ખાન સાથે કિક- ટુમાં પણ જોવા મળવાની છે.આમ આ સિવાય જેકલિને નિર્માતા ભૂષણ કુમારની ફિલ્મ પણ સાઇન કરી લીધી છે.જે એક એકશન પેક્ડ થ્રિલર ફિલ્મ હોવાની ચર્ચા છે.જે ફિલ્મનું નામ દિયા રાખવામાં આવ્યું છે.તેમજ ફિલ્મનું શૂટિંગ લંડન કરવાની યોજના છે.ત્યારે જેકલિન ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી કરે તેવી શક્યતાઓ છે.રામસેતુના શૂટિંગ પછી જેકલિન પોતાની આ આવનારી ફિલ્મની શરૂઆત કરશે.જોકે કોરોના વાયરસથી આ ફિલ્મના શૂટિંગની તારીખમાં ફેરફાર થવાની પણ શક્યતા છે ત્યારે ફિલ્મનું પેચવર્ક મુંબઇમાં કરવામાં આવશે.