લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જસદણ એક સપ્તાહ માટે 3 વાગ્યા પછી બંધ રહેશે,વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન

જસદણ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ,મામલતદાર,જસદણ પી.આઈ,પી.એસ.આઇ,આરોગ્ય ઓફિસના તમામ અધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના જુદા-જુદા એસોસિયેશનના પ્રતીનિધીઓ,નગરપાલિકાના પ્રમુખ,ચૂંટાયેલા તમામ સદસ્યો, તેમજ તમામ આગેવાનોની હાજરીમાં કોરોના નિયંત્રણ માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વાનુમતે જસદણ શહેરમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આમ તા.૧૨-૪ થી ૧૯-૪ સોમવાર સુધી હોસ્પિટલ,મેડિકલ સ્ટોર,દૂધની ડેરીઓ સિવાય તમામ દુકાનો તેમજ ઉદ્યોગોનો સમય સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધી રાખવાનો નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં 3 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.