લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જયા બચ્ચન સાત વર્ષ પછી અભિનયના પડદે જોવા મળશે

બોલીવુડના પીઢ અભિનેત્રી જયા બચ્ચન લાંબાસમયથી અભિનયથી દૂર રહ્યા છે. ત્યારબાદ જયા બચ્ચન સાત વર્ષ પછી મોટા પડદે અભિનય કરતા જોવા મળશે.આમ તેઓ મરાઠી ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળવાના છે.આ ફિલ્મ મરાઠી દિગ્દર્શક ગજેન્દ્ર આહિર દ્વારા દિગ્દર્શિત હશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસમાં પુરુ કરવાની યોજના છે.આમ જયા બચ્ચને છેલ્લીવાર વર્ષ 2012માં રિતુપર્ણો ઘોષની સનગ્લાસ માટે શૂટિંગ કર્યું હતું.જેમાં તેમણે પ્રથમ વખત નસીરુદ્દીન સાથે કામ કર્યું હતું.પરંતુ આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી.

આમ તેમણે સિલસિલા,કભી ખુશી કભી ગમ, લાગા ચુનરી મેં દાગ અને કલ હો ન હો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.