લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જૂનાગઢના પૂર્વસાંસદ અને કેળવણીકાર મોહનભાઇ લાલજીભાઇ પટેલનું નિધન થયું

જૂનાગઢના પૂર્વસાંસદ અને અગ્રણી કેળવણીકાર મોહનભાઇ લાલજીભાઇ પટેલનું આજે ટુંકી બિમારી બાદ અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઈ ગઇ છે.સ્‍વ.મોહનભાઇ પટેલના નશ્વરદેહના અંતિમદર્શન પટેલ કેળવણી મંડળ ખાતે આજે બપોરે 2 થી 4 દરમ્‍યાન કરી શકાશે.જયારે હાલની પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને રાખી તેમની અંતિમવિઘિ માત્ર પરીવાર અને મિત્રોની હાજરીમાં તેમના ફાર્મ હાઉસ પર રાખવામાં આવી છે.

આમ ઉપલેટાના કોલકી ગામે તા.5-3-1933 ના રોજ જન્‍મેલા મોહનભાઇ પટેલે તા.5-3-21ના રોજ વિદાય લીઘી છે.મોહનભાઇ પટેલ મો.લા.પટેલના હુલામણા નામથી પ્રખ્‍યાત હતા.જેઓ કોલકી (ઉપલેટા)થી જૂનાગઢ આવી કંઇ કરી છુટવાની ખેવના સાથે સમાજનું સંગઠન કરી સમાજ પ્રત્‍યે ગામડાઓના અભણ માતાપીતાના બાળકોને શિક્ષણ આપવાના હેતુસર પટેલ કેળવણી મંડળની રચના કરી હતી.જે સંસ્‍થામાં કે.જીથી લઇ કોલેજ સુઘીનું ભણતર દિકરીઓને આપવાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવી રહયુ છે.

મો.લા.પટેલ બે વખત સાંસદ તરીકે રહેલ.જેમાં તેઓએ રેલ્‍વે સહિતના અનેક પ્રજાકીય સુવિઘાના પ્રશ્નોને ઉકેલવા સક્રીય ભુમિકા અદા કરી હતી.જેઓએ ગુજરાત સરકારમાં મંત્રીપદે પણ સેવા આપી હતી.આમ તેઓ અનેક સામાજીક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.આમ તેમના નિઘનથી સોરઠ સાથે કડવા પટેલ સમાજે એક સામાજીક હિતચિંતક ગુમાવ્‍યા છે.