લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કડીના થોળ ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયુ

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે કોરોના સંક્રમણમાં વધારો ન થાય તે માટે મહેસાણા જિલ્લાના ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.ત્યારે વર્તમાન સમયમાં જિલ્લાના મોટા ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન પાડી રહ્યા છે.જેમાં કડી તાલુકામાં આવેલ થોળ ગામમાં 70 કેસો આવતા આજથી બપોરના 1 વાગ્યાથી સમગ્ર ગામ અને દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે.આમ થોળ ગામની આસપાસ આવેલા 20 ગામના લોકોને જીવન જરૂરિયાતની ખરીદી થોળમાંથી થતી હોવાથી સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરી શકાશે.આ સિવાય ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં ગામની દરેક વ્યક્તિ માસ્ક પહેરે તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરે તેવું કહેવામા આવી રહ્યું છે.