લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કેવડિયામાં ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું,આજે રાજનાથસિંહ આવશે

ગુજરાતનાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું.ત્યારે આગામી 4 થી 6 માર્ચ દરમિયાન કેવડિયા ટેન્ટ સીટી ખાતે આર્મી,નેવી અને એરફોર્સના ટોપ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું છે.જેમાં 6ઠ્ઠી માર્ચે વડાપ્રધાન આર્મી,નેવી અને એરફોર્સના ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા આવશે.જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આમ કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે.આમ ટેન્ટ સીટી 2માં યોજાઈ રહેલી કોન્ફરન્સ દરમિયાન નેવી,આર્મી,હવાઈ સેનાના ચીફ,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ,રક્ષામંત્રી રાજનાથ સિંઘ ઉપસ્થિત રહેનાર છે.ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે.