લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કેવડિયાના ગોરા ઘાટે 14 કરોડના ખર્ચે ‘નર્મદા ઘાટ’ બનશે.

સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમિનુ તળાવ બન્યા બાદ વર્તમાન સમયમાં ક્રુઝ બોટની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે.ત્યારે હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનશે કે જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે.જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે.આમ રોજ સાંજે નર્મદા આરતીનો લ્હાવો ભક્તોને મળશે.આમ કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.જે 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો છે.

આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થયું હતું.ત્યારે વડાપ્રધાનના સુચનથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે વિકાસ કરવાના આયોજનના ભાગરૂપે ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.