લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ખેડામાં 17 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

ખેડા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે ખેડા મામલતદાર કચેરીમાં ખેડા પ્રાંતઅધિકારી ઉમંગ પટેલની અધ્યક્ષતામા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મામલતદાર,ટાઉન પી.એસ.આઈ,તાલુકા આરોગ્ય અધિકારી,ખેડા પાલિકા ચીફઓફિસર, પાલિકા પ્રમુખ,પાલિકા સભ્યો તેમજ શહેરના વેપારી ભાઈઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામા આવ્યો હતો કે તા.17.04.21 થી તા.25.04.21 બપોર 3 થી સવારના 6 સુધી સ્વૈચ્છિક રીતે વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સહકાર આપશે તેમજ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સરકારી ગાઈડલાઈનનું પાલન કરશે.