ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે.લાલ હર્ષદરાય વોરાનું કોરોનાથી નિધન થયુ છે. આમ પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો.જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ 32 વર્ષ સુધી એક સ્ટેજ પરથી જાદુના શો કર્યા હતા.જેમાં હસુભાઈએ જુનિયર કે.લાલ તરીકેની પ્રસિદ્ધિ મેળવી હતી.જેમાં ભારતીય જાદુ કલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં કે.લાલ અને તેમના પુત્ર જુનિયર કે.લાલનું મોટું યોગદાન છે.
ઇ.સ 1968માં અમેરિકાની આઇ.બી.એમ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો હતો.આમ તેઓએ શરીરથી હાથ જુદા કરવા,જાયન્ટ કીલર શો,ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકરને કારણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી.
આમ જુનિયર કે.લાલ કોરોનાથી સંક્રમિત થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમની તબિયત વધુ લથડતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.જુનિયર કે.લાલના નિધનથી જાદુઈ કળાના જગતમાં શોક વ્યાપી ગયો છે.લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરાના વતની હતા.કાંતિલાલભાઇ કલકતામાં કાપડનો વેપાર કરતા ત્યાંથી ઇ.સ 1950માં સિનેમાંથી પોતાની કારકીર્દી જાદુગર તરીકે શરૂ કરી જેની પરંપરા તેમના પુત્ર જુનિયર કે.લાલે આગળ ધપાવી.
આમ હસુભાઈના નામથી ઓળખતા હર્ષદરાય વોરાના બંને પુત્રો નીલ અને પ્રેયસ બંને એન્જિનિયરિંગ વ્યવસાયમાં છે.પરંતુ તેમના પૌત્ર વિહાને જાદુગરીના વ્યવસાયમાં આવવાની જાહેરાત કરી હતી.જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં યોજાયેલ જાદુગરીના મેળાવડામાં પરિવારની પરંપરાને આગળ ધપાવવાની વાત કરી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved