લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરાઇ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.પરંતુ સ્થાનિક સ્વરાજમાં વિવિપેટ નહિ હોય.જોકે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતી હોય ત્યારે કોઈ ઉમેદવાર વાંધો ઉઠાવે તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવતી હોય છે.પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇવીએમમાં પડેલ ફાઇનલ મત હશે.જોકે ઇવીએમ મતદાનમથક લઈ જવાય તે પહેલા રાજકીય પક્ષોને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું છે તેમજ ટેક્નિકલ કોઈ ખામી નથી તે પણ ચેક કરવામાં આવ્યું છે.ત્યારબાદ રિટનિંગ ઓફિસરને સોંપવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાના 16 રિટનિંગ ઓફિસરને પોતાના મથકના ઇવીએમ સોંપી દેવાતા જે તે વિસ્તારના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને ઉમેદવાર ફાઇનલ થયા બાદ બીજા તબક્કાનું ચેકીંગ થશે. જોકે ઇવીએમને પોલીસ સુરક્ષા સાથે સલામત રાખવામાં આવશે.

આમ અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટેની તૈયારીઓ ચાલી રહી છે.અમદાવાદ શહેરના 48 વોર્ડના 16 રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે.જેમાં 192 બેઠકના અંદાજે 4550 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી કામગીરી માટે 28,000થી વધુ પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી આપવામાં આવી છે.જોકે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 46.22 લાખ અંદાજીત મતદારો નોંધાયા છે.