લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે મહંત અને ટ્રસ્ટીઓની હાજરીમા રથપૂજન કરાશે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે.જેમાં મંદિરના મહંત દિલીપદાસજી,ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમા રથનું પૂજન કરવામાં આવશે.આમ કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે અસમંજસ છે.

આમ ગત વર્ષે કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પ્રથમવાર મંદિર પરિસરમાં જ ફરી હતી.જેમાં રથયાત્રા છેલ્લે સુધી કાઢવા બાબતે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી.જે બાબતે હાઇકોર્ટમાં પણ સુનાવણી યોજાઈ હતી.ત્યારબાદ રથયાત્રા મંદિર પરિસરમા કાઢવાનો નિર્ણય લેવાયો હતો.જેમાં ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરીને મંદિરના ગેટ સુધી જ લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.આમ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે,પરંતુ કોરોનાને કારણે આ સંખ્યામા ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ભક્તોએ ઘરેબેઠા જ ભગવાનનાં દર્શન કર્યા હતા.

આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા ત્યારબાદ 14 હાથીને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા.જેમાં સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજી આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.આ સિવાય રથ પર જાય એ પહેલાં તમામનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે જગન્નાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.ત્યારે માત્ર પોલીસ જ જોવા મળી હતી.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચી ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.