છેલ્લા ત્રણ મહિનામાં રાંધણગેસની કિંમતમાં વધારો થયો હોવાછતાં રાંધણગેસ એલ.પી.જીના વપરાશમાં ૭.૩ ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું કે પીએયુવી ગ્રાહકોમાં રાંધણગેસનો વપરાશ વધ્યો છે.જેમાં ડિસેમ્બર,૨૦૨૦થી લઇને ફેબુઆરી ૨૦૨૧ સુધીમાં રાંધણગેસના ભાવમાં રૂ.૧૭૫ કરોડનો વધારો થયો હોવાછતાં તમામ કેટેગરીમાં રાંધણગેસનો વપરાશ વધ્યો છે.
પીએમયુવીના લાભાર્થીઓમાં રાંધણગેસના વપરાશમાં ૧૯.૫ ટકાનો વધારો થયો છે.આમ આ યોજના હેઠળ મફતમાં ગેસ કનેકશન આપવામાં આવે છે.ત્યારે અત્યારસુધીમા 8 કરોડ ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે.આમ છેલ્લા ત્રણ મહિનામાં પીએમયુવી ગ્રાહકોએ ૧૧ લાખ ટન એલપીજીનો વપરાશ કર્યો છે.જ્યારે વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ,૨૦૨૦થી ફેબુઆરી, ૨૦૨૧ સુધીમાં એલપીજીના વેચાણમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.આ યોજનાના લાર્ભાથીઓને મફતમાં ગેસ કનેકશન અને ત્રણ વખત મફતમાં સિલિન્ડર ભરી દેવામાં આવે છે.આ યોજના પાછળ અત્યારસુધી કેન્દ્ર સરકારે ૯૬૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved