લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કની ચૂંટણીમાં મતદાન યોજાયુ

મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કના સંચાલક મંડળની 17 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા જેટલુ મતદાન થયુ હતુ.જેમા મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેના પરિણામો મોડી રાત્રે જાહેર થવાની સંભાવના છે.મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કના સંચાલક મંડળની 17 બેઠકોની તા.6-6-22ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.જેમાં પરિવર્તન પેનલ અને પરિવાર પેનલના 17-17 તેમજ એક અપક્ષ ઉમેદવાર મળીને 35 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.જે ચૂંટણીમાં 4640 મતદારો પૈકી 3019 મતદારોએ મતદાન કરતાં 65 ટકા મતદાન નોંધાયુ હતુ.આમ વર્ષ 2022 થી 2027 સુધીની મુદત માટે જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કમાં સત્તા હાંસલ કરવા માટે પરિવર્તન અને પરિવાર પેનલના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી.