લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાના વધતાં સંક્રમણથી મહેસાણા શહેરમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે પાલિકા દ્વારા ટાઉનહોલમાં વેપારીઓ અને પાલિકા પ્રમુખ અને ચીફઓફિસર સાથે મળી બેઠક યોજી હતી.જેમા મહેસાણા શહેરમાં વધી રહેલી કોરોનાની ચેનને તોડવા માટે પાલિકાએ શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.જેમા વેપારીઓ એસોસિએશનના અગ્રણીઓએ આગામી 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવા સ્વૈચ્છિક તૈયારી બતાવી છે.આમ લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં માત્ર મેડિકલ તેમજ ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો.