લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારની જંગી જીત થઈ

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે.જેમાં ભાજપના નિમિષાબેન સુથાર 45,432 મતની સરસાઇ મેળવીને વિજયી બન્યા છે.આમ આ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ચોથી વખત થયેલી ચૂંટણીમા બીજીવખત બેઠક ભાજપે કબ્જે કરી છે.વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટાચૂંટણી જાહેર થઈ હતી.આ વિધાનસભાની પેટાચૂંટણી માટે 17મી એપ્રિલના રોજ યોજાયેલા મતદાનની ગણતરી યોજવામાં આવી હતી.આમ મોરવાહડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડની યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને 67,101 મત,જ્યારે કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા.