લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / નડિયાદ MGVCL કચેરીના 25 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે.ત્યારે જિલ્લામાં કોરોનાનો આંક 3744 પર પહોંચી ગયો છે.આમ જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 97 છે.નડિયાદ MGVCL કચેરીના 25 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.જેમાં છેલ્લા 5 દિવસમાં 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે.આમ નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કોરોનાનું સંક્રમણ વધતા હોટસ્પોટ બની ગયું છે.જેમાથી નડિયાદ વર્તુળ કચેરીમાં 4 કર્મચારીઓ,નડિઆદ ડિવિઝન ઓફિસમાં 1 કર્મચારી અને સબ ડિવિઝન ઓફીસમાં 5 કર્મચારીઓ સહિત 20થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.