વડોદરા પાસે આવેલા નારેશ્વર અવધૂત આશ્રમમાં 23 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે આશ્રમમાં 100 બેડ સુધીની સુવિધા ઉભી કરવામાં આવશે.જેમાં અવધૂત આશ્રમના ટ્રસ્ટી યોગેશ વ્યાસે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઓક્સિજનની સુવિધાથી સજ્જ 23 બેડ તૈયાર કરાયા છે,જેને આગામી સમયમાં વધારીને 100 બેડ સુધી લઇ જવામાં આવશે.આમ બીજીતરફ વડોદરા જિલ્લા પોલીસ તંત્રના 30 પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા છે.જે તમામ હોમ ક્વોરન્ટીન થયા છે.
આમ ઓક્સિજન કન્સન્ટ્રેટર એ સિલિન્ડર વગર દર્દીને ઓછી માત્રામાં તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડી શકે એવું તબીબી સાધન છે.આ મેડિકલ સાધન હવામાંથી ઓક્સિજન લઇને તેને શુદ્ધ કરીને દર્દીને ઓક્સિજન પૂરો પાડીને SpO2નું સ્તર વધારીને શ્વાસની તકલીફમાં રાહત આપી શકે છે,જ્યારે દર્દીને ઓછી માત્રામાં ઓક્સિજનની જરૂર હોય,ત્યારે 5 લિટર જેટલી માત્રા સુધી આ સાધન ઉપયોગી બને છે.એના માટે કોઈ ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડતી નથી કે,રિફિલિંગ કરવું પડતું નથી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved