લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર સુમિત્રા ભાવેનું અવસાન થયુ

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર સુમિત્રા ભાવેનું અવસાન થયું છે.જેમણે 78 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યુ હતું.આમ લાંબી બીમારી પછી પુણેની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા વર્ષ 2017માં 64મા નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન સુમિત્રા અને તેમના કો-ડિરેક્ટર સુનીલ સુથાંકરના નિર્દેશનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘કાસવ’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

આમ 12 જાન્યુઆરી,1943ના રોજ સુમિત્રાનો જન્મ મહારાષ્ટ્રના પુણે ખાતે થયો હતો.જેમણે સ્કૂલિંગ પુણેમાં કર્યું હતું.ઇ.સ 1985માં સુમિત્રાએ શોર્ટ ફિલ્મ ‘બાઈ’થી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.આ ફિલ્મ 33મા નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન બેસ્ટ નોન ફીચર ફિલ્મ ઓન ફેમિલી વેલ્ફેર માટે પસંદ થઇ હતી.ઇસ 1995માં સુમિત્રાએ સુનીલ સાથે ફિલ્મ દોધી બનાવી જે ફિલ્મને પણ નેશનલ એવોર્ડ મળ્યો.ત્યારબાદ ઇ.સ 2002માં વાસ્તુપુરુષ ફિલ્મ બેસ્ટ મરાઠી ફિલ્મ તરીકે પસંદ પામી હતી.ઇ.સ 2004મા દેવરાઈ ફિલ્મે બેસ્ટ ફિલ્મ પ્રિઝર્વેશનનો એવોર્ડ જીત્યો.ઇ.સ 2013માં ફિલ્મ સંહિતાએ બે અવોર્ડ જીત્યા હતા.આમ સુમિત્રાએ પોતાના કરિયરમાં આશરે 14 ફીચર ફિલ્મો,17 શોર્ટ ફિલ્મો અને ટીવી સિરિયલ બનાવી હતી.આમ નેશનલ અવોર્ડની સાથે 15થી વધુ મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા.આમ સુમિત્રા ભાવે ફિલ્મમેકર હોવાની સાથે સામાજિક કાર્યકર્તા પણ હતા.તેમજ તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો માટે દિલ્હીમાં મરાઠી ન્યૂઝ રીડર તરીકે પણ કામ કર્યું હતું.