લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / નેશનલ એવોર્ડ વિજેતા વામન ભોંસલેનું નિધન થયું,અનેક ફિલ્મો એડિટિંગ કરી ચૂક્યા હતા

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ એડિટર વામન ભોંસલેનું નિધન થયું છે.જેઓએ 89 વર્ષની ઉંમરમાં મુંબઈમાં અંતિમ શ્વાસ લીઘા છે.આમ વામન ભોંસલેને ઇસ.1978માં વિનોદ ખન્ના અને વિદ્યા સિન્હા સ્ટાર ફિલ્મ ‘ઈનકાર’ માટે બેસ્ટ એડિટિંગનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.જે ફિલ્મ રાજ એન.સિપ્પીએ ડાયરેક્ટ કરી હતી.આ સિવાય ઇસ.1992માં રિલીઝ થયેલી ‘સૌદાગર’ માટે વામને ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

આમ ભોંસલેનો જન્મ ગોવામાં થયો હતો.આમ તેઓએ પ્રાથમિક શિક્ષા પૂરી કરી ઇસ.1952માં મુંબઈ આવ્યા હતા.ત્યારબાદ તેઓએ ડી.એન પાઈના નેતૃત્વમાં તેમણે બોમ્બે ટોકીઝમાં એડિટિંગની ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ 12 વર્ષ સુધી ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં આસિસ્ટન્ટ એડિટરનું કામ કર્યું હતું.

આમ ઇસ.1967માં આવેલી ખોસલા નિર્દેશિત ‘દો રાસ્તે’ તરીકે એડિટર વામનનો પ્રથમ પ્રોજેક્ટ હતો જેની પ્રશંસા થઈ હતી.ત્યારબાદ વામને અનેક ડાયરેક્ટર્સ સાથે કામ કર્યું હતું.