માર્ગ અકસ્માત થયા બાદ ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી રહે તે માટે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય એક મહત્વની યોજના પર કામ કરી રહ્યું છે.એમાં એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે કે જેનાથી નેશનલ હાઈવે પર દુર્ઘટના થયા બાદ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણકારી મળી જાય.આમ આ વ્યવસ્થા GPS સિસ્ટમથી સજ્જ હશે.ત્યારે મંત્રાલય સમગ્ર દેશમાં NIT અને IIT જેવા એન્જીનિયરિંગ સંસ્થાનો સાથે મળીને માર્ગ અકસ્માતો અટકાવવા પર કામ કરી રહ્યું છે.
આમ માર્ગ સેફ્ટિ માટે ઈમર્જન્સી રિસ્પોન્સ મિકેનિઝમ પર કામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે એમ્બ્યુલન્સ,હોસ્પિટલ અને પોલીસ કંટ્રોલ રૂમ એકસાથે જોડાવવાથી માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત સારવાર મળી જશે તેનાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ સુવિધા રહેશે.આમ દુર્ઘટના થતાં રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મળતા માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ ટ્રિટમેન્ટ શરૂ થશે. આમ આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે પણ વાતચીત ચાલી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved