નેશનલ મેડિકલ કમિશન દ્વારા UG મેડિકલની પરીક્ષાઓમાં બહારના એક્ઝામિનર્સની નિમણૂંક કરવાના નિયમો અંતર્ગત ખાસ છુટછાટો આપવામા આવી છે.જેમાં યુનિવર્સિટીઓ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે.જોકે ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે.આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયાં બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.
આમ ગ્રેજ્યુએશન મેડિકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિએ મેડિકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજીયાત રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાંથી એક્ઝામિનર્સ બોલાવી નિમવાના હોય છે.જેથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શિતા રહે.આમ કોરોનાની પેન્ડેમિક સ્થિતિમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છુટછાટો આપી છે.ત્યારે અગાઉ UG-PGની પરીક્ષાઓમાં છુટ આપ્યા બાદ હવે લેવાનારી UGની ફાઈનલ મેડિકલ પરીક્ષાઓને ધ્યાને લઈને પણ મેડિકલ કમિશનને છુટ આપતો સર્ક્યુલર જાહેર કર્યો છે.જે અંતર્ગત દરેક યુનિવર્સિટીઓએ પરીક્ષામાં રાજ્ય બહારના જ એક્ઝામિનર્સ બોલાવવવા પર પ્રાથમિકતા આપવાની રહેશે.પરંતુ જોતે શક્ય ન બને તો જેતે યુનિ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.
આમ રાજ્યની એક જ હેલ્થ કે મેડિકલ યુનિના કેસમાં એક કોલેજ બીજી કોલેજમાંથી પરીક્ષકો બોલાવી શકશે.જેમાં પરીક્ષકોએ ફરજીયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે.આ ઉપરાંત એમબીબીએસની થીયરી પરીક્ષામાં ઉત્તરવહીઓનું મુલ્યાંકન સેન્ટ્રલ એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ કરવાનું રહેશે.આમ મેડિકલ કમિશન દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી લાગુ પડે તેમ આ છુટછાટો લાગુ કરી છે.આમ યુનિઓએ કેટલા એક્ઝામિનર્સની જરૂર પડશે તે પણ અગાઉથી ફિક્સ કરવાનું રહેશે અને ચોક્કસ આયોજન કરવાનું રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved