લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી નેહા ધૂપિયા આગામી શોર્ટ ફિલ્મ ‘સ્ટેપ આઉટ’ની તૈયારી કરી

બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા તેની આગામી શોર્ટ ફિલ્મ ‘સ્ટેપ આઉટ’ની તૈયારી કરી રહી છે.જેમાં તેમણે ૧૦ મિનિટની સાઈકોલોજિકલ થ્રિલરમાં સમાજમાં ઉપદ્રવ ફેલાવતાં વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે.આમ આ ફિલ્મનું નિર્માણ પણ નેહા ધૂપિયા જ કરશે.

આ ફિલ્મ વિશે નેહાએ કહ્યું હતું કે હું હમેશાંથી ‘બિગ ગર્લ પ્રોડકશન્સ’ના માધ્યમથી દર્શકોને કાંઈક ઉત્તેજનાસભર, મનોરંજક અને સમાજને ખપ લાગે એવું કાંઈક દર્શાવવા માગતી હતી અને ‘સ્ટેપ આઉટ’ તેમાં એકદમ બંધ બેસે છે.તેનું દિગ્દર્શન હૃદય નાગપાલ કરશે.આમ આ શોર્ટ ફિલ્મ ફેબુ્આરીના પ્રથમ અઠવાડિયામાં જ રજૂ કરવામાં આવશે.