લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાલનપુર ખાતે ભગવાન જગન્નાથજીની 51મી રથયાત્રા યોજાશે

પાલનપુરના પથ્થરસડક મોટા રામજી મંદિર ખાતેથી શ્રીરામ સેવાસમિતિ તેમજ હિંદુ સંગઠનો દ્વારા આયોજીત ભગવાન જગન્નાથજીની 51મી રથયાત્રાનો પ્રારંભ થશે.આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કરી નિજમંદિરે પરત ફરશે.જેની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો છે.જે બાબતે મહંત રાઘવદાસજી મહારાજે જણાવ્યું હતુ કે પાલનપુરમાં આ વર્ષે 51મી રથયાત્રા યોજાવા જઈ રહી છે.જેમા હાથી,ઘોડા,રથ,ઊંટલારી,બુલેટ તેમજ ઈસ્કોન મંદિર દ્રારા ઝાંખી અને ભજન મંડળી સહિત વિવિધ પ્રકારની ઝાંખીઓ રજુ કરવામા આવશે તેમજ 800 કિલો મગનો પ્રસાદ,૩૦૦ કિલો જાંબુ,200 કિલો કાકડી પ્રસાદરૂપે આપવામાં આવશે.જેમા રૂટ દરમિયાન બપોરનુ ભોજન ધારાસભ્ય મહેશભાઈ પટેલના નિવાસસ્થાન નવા લક્ષ્મીપુરા ખાતે રાખવામા આવેલ છે.જે નિમિત્તે આગામી તા.28 થી 30 સુધી હનુમાન ટેકરી એગોલા રોડ ખાતે શિલ્પાબેન અતુલભાઈ જોષીના નિવાસસ્થા ખાતે ભગવાન જગન્નાથજીની મહાઆરતી થશે,જેમાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી લોકોને અનુરોધ કરવામા આવ્યો છે.