લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાટણ અને સિદ્ધપુરની રથયાત્રામા પ્રથમવાર બોડી ઓન કેમરાનો ઉપયોગ કરવામા આવશે

પાટણ અને સિદ્ધપુર રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઇને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી છે.ત્યારે આ રથયાત્રામાં પ્રથમવાર પોલીસ બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરી તમામ હલચલ પર બાજ નજરથી દેખરેખ રાખવામા આવશે,આ ઉપરાંત 4 ઘોડેસવાર,4 ગેસમેન,4 મેટલ ડીટેકટર,12 વાહન,27 વોકીટોકી સેટ,3 વીડિયોગ્રાફર,2 રસ્સ અને 6 દૂરબીન રાખવામાં આવશે.જેમા પાટણની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે પાટણ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.જેમાં રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.આ ઉપરાંત રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે.ત્યારે પ્રથમવાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં રથયાત્રામાં 25 બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,આ સિવાય 140 સીસીટીવી કેમેરા સાથે 2 ડ્રોન કેમેરા,એસ.આરપીની બે ટુકડી સહિત પોલીસ જવાનો રથયાત્રાના રૂટ ઉપર નજર રાખશે.

આમ આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે પાટણ અને સિદ્ધપુરમાં 730 વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે તેમજ 2 એસ.આરપીની ટુકડી તૈનાત હશે,જ્યારે પાટણની રથયાત્રામાં 1 એસ.પી,2 ડીવાયએસપી,4 પી.આઇ,18 પી.એસ.આઇ,જ્યારે સિદ્ધપુરની રથયાત્રામાં 1 ડીવાયએસપી,2 પીઆઇ,8 પીએસઆઇ અને 250 પોલીસ જવાનો સહિત સમગ્ર રથયાત્રાના રૂટ 140 સીસીટીવી કેમેરા નજર રાખવામાં આવશે.