લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાટણ જિલ્લા વહીવટીતંત્ર તાઉ-તે સાયકલોનની અસરને પહોંચી વળવા સજ્જ થયું

તાઉ-તે સાયકલોનની અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની આગેવાની હેઠળ પાટણ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.જેમા જિલ્લામાં સાયકલોનને કારણે જાનમાલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.આમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં સાયક્લોનની અસરને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સુચના આપી દેવામાં આવી છે.આમ કોવિડની સારવાર આપી રહેલી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ્સને પાવર બેક-અપની વ્યવસ્થા કરવા તથા વીજપુરવઠો ન ખોરવાય તે માટે યુ.જી.વી.સી.એલને સુચના આપવામાં આવી છે.

આમ પાટણ જિલ્લામાં સાયક્લોનની અસર થવાની સંભાવનાને જોતાં ભારે પવન અને વરસાદની શક્યતાને ધ્યાને લઈ જિલ્લાના રાધનપુર,સમી તથા પાટણ તાલુકાઓ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત રહેશે.આ સિવાય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકાકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.