લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાવાગઢ મંદિર આગામી 12 થી 28 એપ્રિલ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરાયો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ તેમજ પંચમહાલ જિલ્લા પ્રસાશને આગામી 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.જેમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8 થી 10 લાખ લોકો આવે છે.જેને પગલે કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ આ પહેલા આસો નવરાત્રીને લઇને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2020 સુધી પાવાગઢ મંદિર બંધ રાખ્યું હતું.આમ આસો નવરાત્રીમાં પણ 8 થી 10 લાખ જેટલા ભક્તો પાવાગઢમાં દર્શન માટે આવતા હોય છે.

આમ કોરોનાકાળની શરૂઆતમાં દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકાનું મંદિર 111 દિવસ બંધ રહ્યું હતું.ત્યારબાદ ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું હતું.