લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોબી દેઓલ સાઉથની ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે તેવી શક્યતા

પ્રકાશ ઝાની વેબસીરીઝ આશ્રમમાં બોબી દેઓલના અભિનયને વખાણવામાં આવ્યો છે.ત્યારે બોબી દેઓલને હવે ફિલ્મની ઘણી ઓફરો મળી રહી છે.જેમાં કહેવાય છે કે તેના ધમાકેદાર પરફોર્મન્સ પછી તેને હવે સાઉથના ટોચના બેનરની ફિલ્મ મળે તેવી શકયતા છે.જેમાં બોબી જલ્દી જ દક્ષિણની એક ફિલ્મમાં વિલનનો રોલ ભજવતો જોવા મળે તેવી સંભાવના છે.આમ દક્ષિણની એક ફિલ્મ માટે બોબી દેઓલ અને પ્રોડકશન હાઉસની વાતચીત અંતિમ ચરણમાં છે.

જેમાં બોબી અને તેની ટીમ આ પ્રોજેક્ટની નાનામાં નાની વાતો જાણી રહી છે.જેમાં અભિનેતા પોતાના પાત્રમાં બદલાવ ઇચ્છી રહ્યો છે.ત્યારે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક ઈચ્છે છે કે ફિલ્મનો વિલન પણ ફિલ્મમાં પાવરફુલ લાગવો જોઇએ.