ગુજરાત રાજ્યમાં વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદશન કર્યું છે અને તમામ મનપા પર જીત હાંસલ કરી છે.તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે.આમ કેવડિયામાં આગામી માર્ચ મહિનમાં ત્રિ-દિવસીય ડિફેન્સ કોન્ફરન્સ મળવાની છે.આમ આ ટેન્ટ સિટી ખાતે યોજાનાર કોન્ફરન્સ આગામી 3 માર્ચથી 6 માર્ચ સુધી યોજાશે.જે કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓ સામેલ રહેશે.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજર રહી સેનાના ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓને સંબોધન કરવાના છે.
આમ રાજ્યમાં એકબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે.ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને લોકોમાં ઉત્સુકતા છે. આમ મનપામાં મળેલી જીત બાદ ભાજપ નેતાઓ પીએમ મોદીને આવકારવા આતુર છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved