લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમા છેલ્લા 24 કલાકમાં 72 દર્દીઓના મોત થયા,જ્યારે નવા 121 કેસો નોંધાયા

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં મોતનો આંક વધી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 72 દર્દીઓના મોત થયા છે.જ્યારે નવા 121 કેસો નોંધાયા છે.આમ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 34,652 થઈ છે.આ સિવાય રવિવારે વધુ 65 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું.આમ અત્યારસુધીમાં જિલ્લા તેમજ શહેરમાં કુલ પોઝિટિવ કેસો 44,440 થયા છે.આમ રાજકોટ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી વધુ એક સભ્યનું કોરોનાથી મોત થયું છે.જેમાં જસદણના સાણથલી બેઠકના ભાજપના નિર્મળાબેન ધનજીભાઇ ભૂવાનું કોરોનાથી મોત થયું છે.જેમાં નિર્મળાબેન છેલ્લા 20 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા,પરંતુ અંતે તે કોરોના સામે હારી ગયા હતા.આ સિવાય તાજેતરમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજિત મેણિયાનું પણ કોરોનાથી મોત થયું છે.