રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે.ત્યારે છેલ્લા 24 કલાકમા 82 દર્દીઓના મોત નીપજ્યા છે.જ્યારે બપોર સુધીમાં નવા 318 કેસો નોંધાયા છે.આમ રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.શહેરની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે.આમ રાજકોટમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 24,537 થઈ છે.જ્યારે શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં વર્તમાન સમયમાં 3575 દર્દીઓ સારવાર હેઠળ છે.
આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે.આમ આ હોસ્પિટલ બનાવવા માટે કન્વેન્શન સેન્ટરની જગ્યા પણ ફાળવી દીધી છે અને આ જગ્યાએ બુધવારે યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ કરી લીધી છે.ત્યારે પ્રથમ તબક્કામાં 200 તેમજ બીજા તબક્કામાં 200 એમ કુલ 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનાવાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved